Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ ૧૭મીથી ૩૧ મે સુધી ૯ કલાક બંધ રહેશે

અમદાવાદ, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદીઓ માટે અમદાવાદ એરપોર્ટ બંધ થઈ જશે! સાંભળીને ઝાટકો લાગ્યોને તો તમને જણાવી દઈએ કે નો સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વેના મેઇન્ટેનન્સની કામગીરી આગામી દિવસોમાં ચાલું કરનાર છે. જેના કારણે આગામી ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે સુધી સવારે ૯ થી સાંજે ૬ દરમિયાન રન-વે બંધ રહેશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટના રન-વે ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે સુધી સવારે ૯થી ૬ દરમિયાન બંધ રહેવાનો હોવાથી ફ્લાઇટનું સંચાલન નહીં થાય. જેના પગલે અમદાવાદને સાંકળતી અનેક ફ્લાઇટના સમયમાં ફેરફાર કરાશે. કેટલીક ફ્લાઇટના સમય સવારે ૯ પહેલા તો તો કેટલીકના સાંજે ૬ બાદ કરવામાં આવી શકી છે. આ ઉપરાંત અમદાવાદની કેટલીક ફ્લાઇટને વડોદરાથી ઓપરેટ કરવાની પણ વિચારણા ચાલી રહી છે.

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સલામતીના આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ રન-વેને મેઇન્ટેનન્સ માટે બંધ રાખવો તે એક ફરજિયાત પ્રક્રિયા છે. જેના પગલે સેફ્ટી રેગ્યુલેટરની માર્ગદર્શિકા મુજબ તમામ સહયોગીઓનો સંપર્ક કરીને વિચાર કરાયો છે.

પ્રવાસ કરતાં મુસાફરોને અગવડ પડે નહીં તે માટે રન-વે મેઇન્ટેનન્સ માટે બંધ રહે તેની પહેલા અને પછી મહત્તમ ફ્લાઇટ્‌સ ચાલુ રાખી શકાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે હાલમાં દરરોજ ૧૩૬ ફ્લાઈટનું આવાગમન થાય છે. ત્યારે રન-વે મેઇન્ટેનન્સની કામગીરી શરૂ થતાં તેમાં ઘટાડો કરવામાં આવી શકે છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે ઘટાડો થઇને ૧૦૩ ફ્લાઇટોના ડિપાર્ચર-એરાઇવલ થઇ જશે. આમ, અમદાવાદ એરપોર્ટમાં પ્રતિદિન ૩૩ ફ્લાઇટની અવર-જવર બંધ રહેશે જ્યારે ૧૫ ફ્લાઇટને રીશેડયૂલ કરાશે.

અગાઉ સાડા ત્રણ કિ.મી લાંબા રન-વેનું રિ-કાર્પેટિંગ કરવાનો દિવાળીના તહેવારોમાં કરવા નક્કી કરાયુ હતુ. પરંતુ શેડયુલ ખોરવાય નહીં અને હાલાકીનો સામનો કરવો ન પડે માટે અનેક રજૂઆતો બાદ આ ર્નિણયમાં ફેરફાર કરી આગામી જાન્યુઆરી મહિનાના પ્રારંભે કરવાનો ર્નિણય લેવાયો હતો. પરંતુ વાઇબ્રન્ટ સમિટને પગલે રન-વે રિસરફેસિંગની કામગીરી ૧૭ જાન્યુઆરીએ લઇ જવાનો ર્નિણય લેવાયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.