અમદાવાદ, ઓખા અને ગાંધીધામથી ખુર્દા રોડ તથા અમદાવાદથી ભુવનેશ્વર જવાવાળી સ્પેશિયલ ટ્રેનો હવે પુરી સ્ટેશન સુધી જશે
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર ૦૨૮૪૪/૦૨૮૪૩ અમદાવાદ- ખુર્દા રોડ – અમદાવાદ, ટ્રેન સંખ્યા ૦૮૪૦૬/૦૮૪૦૫ અમદાવાદ- -ભુવનેશ્વર-અમદાવાદ, ટ્રેન સંખ્યા ૦૮૪૦૨/૦૮૪૦૧ ઓખા-ખુર્દા રોડ-ઓખા અને ટ્રેન સંખ્યા ૦૨૯૭૩-૦૨૯૭૪ ગાંધીધામ-ખુર્દા રોડ-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનો હવે પુરી સ્ટેશન સુધી જશે.
૧) ટ્રેન નંબર ૦૨૮૪૪ અમદાવાદ- ખુર્દા રોડ સુપર ફાસ્ટ સ્પેશિયલ ૦૧ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ સાંજે ૧૮.૪૦ વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૮.૫૫ વાગ્યે પુરી પહોંચશે .
વાપસી માં ટ્રેન નંબર ૦૨૮૪૩ ખુર્દા રોડ – અમદાવાદ સ્પેશિયલ પુરી થી ૦૧ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ સાંજે ૧૭.૩૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૭.૨૫ વાગ્યે અમદાવાદ પહોંચશે.
૨) ટ્રેન નંબર ૦૮૪૦૬ અમદાવાદ-ભુવનેશ્વર સ્પેશિયલ તારીખ ૦૨ ઓક્ટોબર ૨૦૨૦ થી સાંજે ૧૮.૪૦ વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૮.૧૦ વાગ્યે પુરી પહોંચશે.
વાપસી માં ટ્રેન નંબર ૦૮૪૦૫ ભુવનેશ્વર-અમદાવાદ સ્પેશિયલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ૧૮.૨૦ વાગ્યે પુરી થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૭.૨૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. અગાઉ જાહેર કરેલા સ્ટોપેજ સિવાય આ બંને ટ્રેનો ને ખુર્દા રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે
૩) ટ્રેન નંબર ૦૮૪૦૨ ઓખા-ખુર્દા રોડ સ્પેશિયલ ૦૭ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ સવારે ૦૮.૩૦ વાગ્યે ઓખા થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૧૦.૨૦ વાગ્યે પુરી પહોંચશે.
વાપસી માં ટ્રેન નંબર ૦૮૪૦૧ ખુર્દા રોડ-ઓખા સ્પેશિયલ પુરી થી ૦૪ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ૦૯.૨૫ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે ૧૩.૫૦ વાગ્યે ઓખા પહોંચશે.
૪) ટ્રેન નંબર ૦૨૯૭૩ ગાંધીધામ- ખુર્દા રોડ સુપર ફાસ્ટ સ્પેશ્યલ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ થી રાત્રે ૨૩.૦૦ વાગ્યે ગાંધીધામ થી ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે ૧૯.૦૦ વાગ્યે પુરી પહોંચશે.
વાપસીમાં ટ્રેન નંબર ૦૨૮૭૪ ખુર્દા રોડ-ગાંધીધામ સુપર ફાસ્ટ સ્પેશ્યલ પુરી થી ૦૩ ઓક્ટોબર ૨૦૨૦ થી રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૬.૪૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે.