અમદાવાદ, ઓખા અને ગાંધીધામથી પુરી જતી વિશેષ ટ્રેનોમાં સ્ટોપ વધારવામાં આવ્યા હતા
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 02844/02843 અમદાવાદ-પુરી-અમદાવાદ, ટ્રેન નં. 08402/08401 ઓખા-પુરી-ઓખા અને ટ્રેન નંબર 02973/02974 ગાંધીધામ-પુરી-ગાંધીધામ વિશેષ ટ્રેનોનો વિસ્તાર કરવામાં આવ્યો હતો, જેની વિગતો નીચે મુજબ છે.
1.ટ્રેન નંબર 02844/02843 અમદાવાદ-પુરી-અમદાવાદ (અઠવાડિયામાં ચાર દિવસ)
ટ્રેન નંબર 02844 અમદાવાદ – 07 ઓક્ટોબર, 2020 થી પુરી સુપરફાસ્ટ સ્પેશ્યલ અને રીટર્ન ટ્રેન નં. 02843 પુરી – અમદાવાદ સ્પેશિયલ 08 ઓક્ટોબર 2020 થી બંને માર્ગમાં પલાસા, બોબીલી અને પાર્વતીપુરમ ટાઉન સ્ટેશનો પર પણ રોકાશે.
2. ટ્રેન નંબર 08402/08401 ઓખા-પુરી-ઓખા (સાપ્તાહિક)
ટ્રેન નંબર 08402 ઓખા-પુરી સ્પેશિયલ 09 ઑક્ટોબર 2020 થી અને રીટર્ન ટ્રેન નં. 08401 પુરી-ઓખા સ્પેશિયલ પણ 11 ઓક્ટોબર 2020 થી બંને દિશામાં પલાસા સ્ટેશન પર રોકાશે.
3. ટ્રેન નંબર 02973/02974 ગાંધીધામ-પુરી-ગાંધીધામ (સાપ્તાહિક)
ટ્રેન 02973 ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ સ્પેશ્યલ, 09 ઑક્ટોબર 2020 ના , રીટર્ન ટ્રેન 02974 પુરી-ગાંધીધામ સુપર ફાસ્ટ સ્પેશિયલ પણ 10 ઓક્ટોબર 2020 થી બંને માર્ગમાં પલાસા, પાર્વતીપુરમ અને સોમપેટા સ્ટેશનો પર રોકાશે.