અમદાવાદ કક્ષાનો ખેલ મહાકુંભ -૨૦૧૯ નો જિલ્લા કલેકટરની ઉપસ્થિતમાં પ્રારંભ
મોડાસા: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા રમત ગમત કચેરીના સંયુકત ઉપક્રમે ખેલ મહાકુંભ-૨૦૧૯ નો મધ્ય ઝોનકક્ષા (અમદાવાદ ) કક્ષા રસ્સાખેંચ તમામ વયજુથના ભાઇઓ / બહેનોની સ્પર્ધાનો પ્રારંભ અરવલ્લી જિલ્લા કલેકટર ઔરંગાબાદકરે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, શામળપુર, શામળાજી તા. ભિલોડા ખાતેથી કરાવ્યો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આવી રમતોથી ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવાનુ કામ કરે છે
રસ્સાખેંચ તમામ વયજુથના ભાઇઓ / બહેનોની સ્પર્ધા હોઇ દરેકને પોતાના જીવનમાં કંઇક નવુ શિખવાની પ્રેરણા મળે છે. આવી પ્રેરણા મેળવી આગળ પ્રગતિ કરવા ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી.
આ રમોતાત્સવમાં અંડર-૧૭, ઓપન એજ અબાઉ ૪૦-૬૦ વયના તમામ વયજુથના ભાઇઓ / બહેનોની સ્પર્ધામાં ભાગ લીધો હતો પ્રથમ અંડર-૧૭ વયની બહેનો અરવલ્લી અને પાટણની ટીમ વચ્ચે રસ્સાખેંચનીસ્પર્ધા યોજઇ હતી જેમાં પાટણની ટીમ વિજેતા બની હતી .આ ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર મ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના આઠ જિલ્લાના તમામ વયજુથના ભાઇઓ / બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતુ.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મતિ હર્ષાબેન ઠાકોર , રમત-ગમત વિભાગના કર્મચારીઓ ખેલાડીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા