અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન એસટીના પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની ભયાવહ સ્થિતિને જોતાં શુક્રવારે રાતના ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આવા શહેરમાં કર્ફ્યુ દરમિયાન એએમટીએસ અને બીઆરટીએસની સેવા પણ સંપૂર્ણ બંધ રહેશે. ઉપરાંત અમદાવાદમાં કોઇપણ એસટી બસને પ્રવેશવા દેવામાં નહીં આવે.
શુક્રવાર રાત્રે ૯ થી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસની સેવા સંપૂર્ણ બંધ રહેશે. આટલું જ નહીં, સોમવારથી નવી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રે એએમટીએસ બસ નહીં દોડે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન શહેરમાં આવનાર મુસાફરો માટે સરકાર સૂચના આપશે તો જ બસ સેવા પૂરી પડાશે.
અમદાવાદમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી તા. ૨૩મીએ સોમવારે સવારે ૬ વાગ્યા સુધી ૬૦ કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી એસટી બસની સેવા બંધ રહેશે. રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી એસટી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત વડોદરા અને રાજકોટથી અમદાવાદ વચ્ચે આજે બપોર પછી બે દિવસ માટે એસટી બસ સેવા સ્થગિત કરાઈ છે.