અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેની કેન્દ્રમાં બદલી
અમદાવાદ:અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેની કેન્દ્રમાં પ્રતિનિયુક્તી કરવામાં આવી છે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રાલય હસ્તકના ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ સેક્રેટરીએટમાં ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.ગુજરાત કેડરના 2005 બેન્ચના IASઅધિકારી અમદાવાદ કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર જવાનો હુકમ આજે થયો છે.
રાજ્યના મુખ્ય સચિવ તરીકે ખાણ વિભાગના સચિવ અનિલ મુકિમની ગુજરાતમાં વાપસી થઇ રહી છે ત્યારે ગુજરાતના વધુ એક IAS અધિકારીને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર લઇ જવામાં આવ્યા છે. અમદાવાદ કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેને કેન્દ્રીય ગૃહમંત્રાલય હસ્તકના ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ સેક્રેટરીએટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.આ જગ્યા પર તેમનો 5 વર્ષનો કાર્યકાળ રહેશે.કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમમાં ડૉ.વિક્રાંત પાંડેને આગામી ત્રણ અઠવાડિયામાં તેમની નવી જગ્યા પર હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે.ડૉ.વિક્રાંત પાંડે અગાઉ રાજકોટ કલેક્ટર હતા ત્યાથી તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ કલેક્ટર તરીકે લઇને આવ્યા હતા.