Western Times News

Gujarati News

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કોરોના સામે જંગ હાર્યા

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ :  

કોરોના મહામારીને નાથવા આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર ફ્રન્ટ વોરિયર્સ તરીકે જીવન જોખમે કામ કરી રહ્યા છે રાજ્યમાં અનેક પોલીસકર્મીઓ અને અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે  અમદાવાદનાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો  ભયજનક રીતે વધી રહ્યાં છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું કોરોનાથી મોત નિપજતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ હતી અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લા પોલીસભવન ખાતે અને જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનો ૧૬ તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન સોમવારે વહેલી સવારે તેમનું મોત નિપજતા ગુજરાતમાં પોલીસકર્મચારીનું સૌપ્રથમ મોત કોરોનાથી થતા પોલીસતંત્રમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો

અરવલ્લી જીલ્લા એસપી મયુર પાટીલે પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ સાથે પોલીસભવન પરિસરમાં ૨ મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જિલ્લામાં આવેલ પોલીસ મથકોએ અધિકારીઓ અને  પોલીસકર્મીઓએ પણ ભરતજી સોમાજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી . (દિલીપ પુરોહિત, બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.