અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સ્વિટી પટેલની તપાસ સોંપાઈ
અમદાવાદ: વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાંથી પીઆઇ એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના બનાવમાં તપાસનાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાચ અને એટીએસને સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે પીઆઇ દેસાઇનો આજે ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવી શકે છે. સ્વિટી પટેલનને ગુમ થયાને હવે ૪૩ દિવસ જેવા વીતી ગયા છે પરંતુ કોઇ ભાળ મળી નથી રહી.જેનાથી કેસ વધુને વધુ ગુંચવાતો જઇ રહ્યો છે. જેથી હવે ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વડોદરા જિલ્લા પોલીસ દ્વારા પહેલા પીઆઇ દેસાઇનો ડિટેક્શન ટેસ્ટ તેમજ પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ બંનેના રિપોર્ટની જિલ્લા પોલીસ રાહ જાેઇ રહી છે. જિલ્લા પોલીસે દહેજ નજીક અટાલી ગામે એક અવાવરુ બિલ્ડિંગમાંથી મળેલા માનવ હાડકા બાદ ડીએનએ પ્રોસેસ પણ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ જલ્દી આવે તેવી વિનંતી પણ પોલીસ દ્વારા કરાઇ હતી. બીજી બાજુ પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી વિગતો મેળવી રહ્યાં છે.
જેમાં પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વોટ્સએપ ચેટમાં સ્વિટીએ પીઆઇને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ. ત્યારે સ્વિટીનાં પહેલા પતિ અને દીકરાની પણ પૂછપરછ કરી રહી છે. વડોદરાના કરજણની પ્રાયોશા સોશિયટી ખાતે રહેતા સ્વીટી પટેલ પાંચમી જૂનથી ગુમ થઈ ગયા છે. પાંચમી જૂનના રોજ રાત્રે ૧ વાગ્યાથી સવારે આઠ વાગ્યા દરમિયાન સ્વીટી પટેલ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સ્વીટી પટેલ વડોદરા જિલ્લામાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અજય દેસાઇના પત્ની છે.
હાલ આ મામલે પોલીસ વિવિધ ીમો બનાવી સ્વીટી પટેલની શોધખોળ કરી રહી છે. સ્વીટી પટેલને શોધવા માટે પોલીસ રેલવે ડિપાર્ટમેન્ટની પણ મદદ લીધી છે. આ દરમિયાન દેશના વિવિધ શહેરોમાં સ્વીટી પટેલ દેખાઈ હોવાના દાવા કરવામાં આવ્યા છે. જાેકે, તમામ દાવાઓ ખોટો નીકળ્યા છે. પોલીસ તરફથી રાજ્યના વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલી બિનવારસી લાશોની વિગતો પણ મેળવવામાં આવી છે. સ્વીટી પટેલ કરજણમાંથી રહસ્યમય સંજાેગોમાં એક મહિના પહેલાથી ગુમ થઇ ગયા છે. ૩૭ વર્ષનાં સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં આવેલા તેમના ઘરેથી જ ગુમ થયા છે.
આ અંગે સ્વીટીબેનનાં ભાઇની ફરિયાદ બાદ પોલીસ શોધખોળ શરૂ કરી છે. સ્વીટી પટેલ અને અજય દેસાઈને એક બે વર્ષનું બાળક પણ છે. સ્વીટી પટેલ પોતાનો મોબાઇલ ફોન પણ ઘરે મૂકીને ગુમ થયા છે. સ્વીટી પટેલનાં પૂર્વ પતિથી તેમને એક ૧૭ વર્ષનો દીકરો રિધમ પંડ્યા છે, તેવી બાબત પણ સપાટી પર આવી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા રિધમે પોતાની મમ્મી ગુમ થતાં સોશિયલ મીડિયામાં એક કેમ્પેઇન પણ શરૂ કર્યું છે. રિધમે લખ્યું છે કે, ‘મારી મમ્મી મને અને નાના ભાઇને છોડીને ક્યાંય ન જાય. મને ડર છે કે, મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ.