અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ટુ વ્હીલરોની ચોરીઓ કરતી ટોળકીને ઝડપીઃ 27 વાહનો કબ્જે કર્યા
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટુવ્હીલરની ચોરીઓ કરતી ટોળકીના ત્રણ ઈસમોને પકડી લઈ તેઓ પાસેથી ચોરીના ૨૭ જેટલા ટુ વ્હીલર કબ્જે કરી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
એક્ટીવા – ૧૭ ,હોન્ડા સ્પેલેન્ડર-૪, રોયલ ઈન્ફીલ્ડ બુલેટ-૨ , યામાહ એફ ઝેડ-૧ , બજાજ પલ્સર-૧ , હોન્ડા ઈટર્નો-૧, કબ્જે લેવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં નંબર વગરના વાહનોનો ઉપયોગ કરી લુંટ, ચેઈન સ્નેચીંગ, ચીલ ઝડપના અને વાહનચોરીઓના ગુન્હાઓ બનતા હોય જે ગુનાઓ શોધી કાઢવા સારુ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી એ.કે.સિંઘ સાહેબ નાઓ દ્વારા નંબર વગરના વાહનો શોધી ચેક કરવાની ડ્રાઈવ રાખવામાં આવેલ જે આધારે ખાસ પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી દીપન ભદ્રને અમદાવાદ શહેરના ઝોન – ૧ વિસ્તારના સોલા, ઘાટલોડીયા, નારણપુરા, નવરંગપુરા, વાડજ વિગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર વગરના વાહનોનો બહોળો ઉપયોગ કરી આરોપીઓ આવા પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા હોય છે.
જેથી આ વિસ્તારમાં સી.સી.ટી.વી. ફુટેજ તેમજ ટેકનીકલ સોર્સના ઉપયોગથી નંબર વગરના વાહનોનો ઉપયોગ કરી ગુન્હો આચરતી ગેંગને શોધી કાઢવા સારૂ એન્ટીપ્રોપર્ટી સ્કોડ – ૧ ના ઈન્ચાર્જ પો.ઈન્સ. શ્રી એન.આર. બ્રહ્મભટ્ટ તથા સ્કોડના પો.સ.ઈ. શ્રી કે.જી. ચૌધરીનાઓને સુચના કરેલ જે સુચના અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.વી.ગોહીલની રાહબરી હેઠળ ગઈ તા.૧૭/૧૦/૧૯ ના રોજ પો.ઈ.શ્રી એન.આર.બ્રહ્મભટ્ટ તથા પો.સબ.ઈન્સ.શ્રી કે.જી.ચઔધરી તથા સ્ટાફના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નારણપુરા પ્રગતિનગર ખાતેથી આરોપીઓ પકડી પાડ્યા હતા.
જેમાં (૧) વિપુલ બળદેવભાઈ ગોવાભાઈ રબારી ઉ.વ.૨૫ઃ રહે. રામદેવનગર સોસાયટી, રબારીવાસમાં, ચાંદલોડીયા તળાવ પાસે, ચાંદલોડીયા અમદાવાદ શહેર મુળ વતન ગામ કોલાદ તા. કડી જી. મહેસાણા તથા નં.(૨) ભરત 5/0 રામજીભાઇ છગનભાઇ દેસાઇ (રબારી) ઉ.વ.૨૮ રહે. બી/૧૩ રામદેવનગર સોસાયટી, ગોપીક્રિષ્ણા સોસાયટીની બાજુમાં, ચાંદલોડીયા તળાવ પાસે ચાંદલોડીયા ગામ અમદાવાદ શહેર મુળ વતન ગામ ચરીયાળા તા. દેત્રોજ જી. અમદાવાદ.
(૩) કિરણ પ્રભાતભાઈ નારણભાઈ દૈસાઈ ઉ.વ.૨૩ રહે, શિવશક્તિ સોસાયટી, ગેમરભાઈના ભાડાના મકાનમાં, બેંક ઓફ બરોડાની સામે, ચાંદલોડીયા અમદાવાદ શહેર ડળ વતન ગામ સુરપુરા તા,બેચરાજી. જી. મહેસાણાનાઓને તેઓના કબજાની ગે કલરની નંબર વગરની હોન્ડા એક્ટીવા ટું વ્હીલર કિ.ર.૪૦,૦૦૦/- ની કે જે તેઓએ ચોરીથી મેળવેલ હોવાની પાકી બાતમી હકીક્ત મળી આવતા કબ્જે કરવામાં આવી હતી.
આરોપીઓને સી.આર.પી.સી. ૪૧(૧)(ડી) મુજબ પકડી અટક કરી પ્રાથમિક તપાસ હાથ ધરવામા આવેલ, આરોપીઓ પાસેથી મળી આવેલ એક્ટીવા ટુવ્હીલર બાબતે તેઓની સઘન પુછપરછ કરતા આ એક્ટીવા ટુ વ્હીલરની તેઓએ આજથી આશરે દોઢેક મહિના પહેલા સેક્ટર – ર યાણક્યપુરીમાં આવેલ મકાન આગળ પાર્ક કરેલ હતી તે રાત્રિના સમયે ચોરી કરેલ હતી અને જે આ આરોપીઓ પીૌતાના અંગત જરુરીયાતમાં વાપરતા હતા અને તેનો રજીસ્ટ્રેશન નંબર ન હોય જેથી આ બાબતે તપાસ કરતા સદરહ એક્ટીવા ચોરી બાબતે અમદાવાદ શહેર સોલા પો.સ્ટે. ખાતે ન ફ.ગુ.ર.નં.૪૭૫/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાઈ આવ્યુ હતું.
તેમજ આ આરોપીઓની વધુ પુછપરછ દરમ્યાન જણાઈ આવેલ કે આ આરોપીઓએ આ એક્ટીવા સિવાય પણ અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડીયા, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ખોખરા, મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ દુવ્હીલર ની પણ ચોરીઓ કરેલ છે અને જે વાહનો તેઓએ અલગ અલગ જ્ગ્યાઓએ મુકી રાખેલ છે અને જે આરોપીઓને સાથે રાખી આ વાહનો રીકવર કરતા આરોપીઓ પાસેથી અંન્ય કુલ – ૨૬ ટુવ્હીલર કબજે કરવામા આવેલ છે
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ વાહનો તથા તેઓની પુછપરછ દરમ્યાન કરેલ કબુલાત આધારે તપાસ કરતાં ટુવ્હીલરની ચોરી અંગેના નીચે મુજબના ગુનાઓ ડીટેકટ થવા પામેલ છે.