અમદાવાદ: ગુજરાત યુથ કોંગ્રેસનું મોંઘવારીને લઇ વિરોધ પ્રદર્શન
અમદાવાદ, અમદાવાદ સહિત દેશભરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ખોખરા સર્કલ ખાતે મોંઘવારીનું બેસણું યોજવામાં આવ્યુ હતુ. વિરોધ પ્રદર્શન કરતા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ તથા વધતા જતા ભાવ વધારાના વિરોધમાં ગુજરાત યુથ કોંગ્રેસના વિશાલ ગુર્જર અને ગૌરાંગ મકવાણાની આગેવાનીમાં ખોખરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાન તેમજ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ આજે સ્થિર રહ્યો છે. અમદાવાદમાં 104.34 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ વહેચાઇ રહ્યુ છે. જ્યારે ડીઝલ 103.91 રૂપિયા પ્રતિ લિટર વહેચાઇ રહ્યુ છે.