અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ સહિત ૬ લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ: કોરોનાના વધતા કેસમાં ગુજરાત યુનિવર્સિટી પણ સપડાઈ છે. ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફના પણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે જે ડરના કારણે આવતીકાલથી યુનિવર્સિટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી ૫ દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે તે બાદ કેસ વધશે તો ફરીથી ર્નિણય લેવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે જ લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત અન્ય ૪ કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ૨ દિવસ અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં સંક્રમણ વધતા આવતીકાલથી યુનિવર્સિટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન ૩૦૦થી વધુ કોલેજાેમાં પણ વર્ક ફ્રોમ હોમ લાગુ કરી દેવામાં આવ્યું છે. હાલ આગામી ૫ દિવસ સુધી કર્મચારીઓએ વર્ક ફ્રોમ કરવાનું રહેશે. કોરોનાની ચેન તોડવા આ ર્નિણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કેસમાં આ પ્રમાણે જ વધારો થશે તો વર્ક ફ્રોમ પણ લંબાવવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ૧૨ એપ્રિલથી શરૂ થવાની હતી, પરંતુ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને ઓફલાઈન પરીક્ષા લેવી કે ઓનલાઇન લેવી તે અંગે હજુ ર્નિણય કરાયો નથી. પરીક્ષા અંગે ર્નિણય કરવા માટે હજુ યુનિવર્સિટીના સતાધીશો મુઝવણમાં છે.
આણંદ જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે. અને વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાએ પણ બપોરે ૩થી સવારે ૬ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જે રીતે કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે નિયત સમય પત્રક મુજબ ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ભોગ બને. તથા અપડાઉન કરતા વિધાર્થીઓને કપરી તકલીફોનો સામનો કરવો પડે તેથી ૧૯ એપ્રિલથી શરૂ થતી એસ.પી.યુનિવર્સિટીની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે.