અમદાવાદ ગ્રામ્યમાં 50 વર્ષથી વધુના 3.22 લાખથી વધુ વયસ્કોનો સર્વે કરવામાં આવ્યો
કોરોના સંક્રમણ સામે રસીકરણના આગામી અભિયાન અંતર્ગત અમદાવાદ ગ્રામ્યમાં પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકોને સર્વે કરવામાં આવ્યો છે. રસીકરણ માટે સઘળી વિગતો પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમાં હાથ કરવામાં આવેલા આ સર્વેમાં દસ્ક્રોઇમાં 44706, ધંધુકામાં 26758, ધોલેરામાં 15027, ધોળકામાં 61988, બાવળામાં 34383, સાણંદમાં 50561, માંડલમાં 19961, દેત્રોજમાં 22310 અને વિરમગામમાં 46315 પચાસ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આમ 1,57,392 પુરુષો તથા કુ1,64,617 મહિલાઓ મળી કુલ 3,22,009 વયસ્કોનો સમાવેશ થયો છે.