અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મંદિરમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મંદિરમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી ધાડ પાડતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં જાંબુઆ નામની ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, આ શખ્સો મંદિરમાં ચોરી કરતા હોય તેવી સીસીટીવી દ્રશ્યો સામે આવતા પોલીસ તપાસ હાથ ધરી હતી. લૂંટ કરવા આવેલા આ ઈસમોએ સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરીને મંદિરમાં ધાડ પાડી હતી.
આ આરોપીઓએ ગુજરાતના જુદા-જુદા મંદિરમા લૂંટ અને ધાડ કરીને આંતક મચાવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ હઠીલા ગેંગને ઝડપી પાડયા છે..આ ગેંગએ સાણંદમા આવેલા ઉમિયા મંદિરમાં પુજારીને બંધક બનાવીને માર મારીને દાન પેટીની લૂંટ કરી હતી.
પૂ્જારી મંદિરમા રાત્રે સુઈ રહયા હતા. ત્યારે દાનપેટી તોડવાનો અવાજ આવતા તે જાગીને લૂંટારાઓને પકડવા જતા ધાડપાડુઓએ તેમની પર લોંખડની પાઈપથી હુમલો કરીને બંધક બનાવી દીધા તેમજ પુજારી પાસેથી રૂ ૫ હજાર, મોબાઈલ અને દાનપેટીમાંથી રૂ ૨૫ હજારની લૂંટને અંજામ આપ્યો હતો.
જાેકે ધાડ પાડવાની આ ઘટનામાં આ ધાડપાડુઓ સીસીટીવીમા કેદ થઈ ગયા જે બાદ એલસીબીની ટીમે બાતમીના આધારે હાથીજણ રીંગ રોડ પરથી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
આ ગેંગના આરોપીઓએ અમદાવાદ જિલ્લાના ૬ જિલ્લા મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. એટલું જ નહીં સાણંદ ઉમિયા માતાના મંદિરમાં પણ ચોરી કરી હતી, હાલ તો પોલીસે મંદિરમાં ચોરીનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ઘરી છે. ત્યારે વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવું લાગી રહ્યું છે.HS