અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મજૂરો તેમજ કારીગરોની માહિતી પોલીસ સ્ટેશને આપવી
અમદાવાદ:અમદાવાદ શહેર બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાન બાંધકામ માટે મજૂરો, કડિયા અને કારીગરો બહારગામ કે રાજ્ય બહારથી રોજગારી અર્થે કામ કરે છે. જાહેર સલામતી અર્થે આ સર્વેની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ. વોરા એ આદેશ કર્યો છે.
જે તે વિસ્તારના મુકાદમો કે કોન્ટ્રાકટરો કામકાજ માટે મજૂરો લાવે છે તેમની નોંધણી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત કરવાની રહે છે. બહારથી આવનાર આ લોકો સર્વે આધારિત ગુના આચરે કે ગુનાગારીમાં મદદ કરે ત્યારે જાહેર હિત માટે તેમની સંપૂર્ણ જાણકારી પોલીસ સ્ટેશનમાં હોવી જરૂરી છે.
બોપલ ઉપરાંત અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલી કામગીરીની દરેક સાઇટ પર કામ કરનાર મજૂર, કડિયા કે કારીગરની નોંધણી કરવાની ફરજીયાત છે. તેમની સંપૂર્ણ વિગતો નિયમિત રીતે પોલીસ સ્ટેશનમાં જણાવવાની રહેશે. તા. ૦૨-૧૨-૨૦૧૯ સુધી અમલી આ ફરમાનનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.