Western Times News

Gujarati News

અમદાવાદ : છાતીના ભાગમાં 30 ઘન સેમી જેટલી કેન્સરની ગાંઠ હતી, સિવિલે ટ્યૂમર કાઢી આપ્યું નવજીવન

અમદાવાદ : સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઈ હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વાયરસને લીધે દર્દીના ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટીલ બની રહ્યા છે.  આવાજ એક કિસ્સામાં કચ્છના  50 વર્ષીય દિલિપસિંહ પરમારની કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરવામાં આવી. કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સની સતત 6 કલાકની મહેનતથી દિલિપસિંહની સર્જરી સફળતાપૂર્વક થઇ અને તેમને નવજીવન મળ્યુ છે. આ પ્રકારની સર્જરી મેડીકલ જગતમાં ખુબ જ ઓછી જોવા મળે છે.

કચ્છના દિલિપસિંહને  છેલ્લા એક વર્ષથી છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. જે કારણોસર 12 જેટલી ખાનગી હોસ્પિટલમાં નિદાનની ઉમ્મીદ સેવીને સારવાર માટે તપાસ કરાવી પરંતુ દરેક જગ્યાએથી નાઉમેદી જ હાથે વળગી. છેલ્લે અમદાવાદ સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનો મક્કમ નિર્ધાર કરી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા કેન્સર હોસ્પિટલના  તબીબો પર મુકેલો વિશ્વાસ પણ એળે ન ગયો. તબીબોના ૬ કલાકના અથાગ પ્રયતન્નો બાદ એક વર્ષથી પીડાતા દિલિપસિંહને અંતે અસહ્ય પીડામાંથી મુક્તિ મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.