અમદાવાદ જનમાર્ગમાં વધુ ૩૦૦ ઈલેક્ટ્રીક બસોનું ટેન્ડર મંજૂર
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વરા ભારતવર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર રહેલ છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ અને અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા શહેરીજનોને જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવે છે. એએમટીએસ દ્વારા હાલમાં કુલ ૭૦૦ બસો અને જનમાર્ગ બીઆરટીએસ દ્વારા કુલ ૨૫૫ બસો દ્વારા અંદાજીત રોજીંદા ધોરણે ૭થી ૮ લાખ જેટલા મુસાફરોને જાહેર પરિવહનની સેવાનો લાભ આપવામાં આવે છે.
અગાઉ અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા અશોક લેલેન્ડ લી.ને ઈ-ટેન્ડર પ્રક્રિયા મારફતે ૫૦ ઈલેક્ટ્રીક બસો સપ્લાય, ઓપરેશન અને મેઈનટેનન્સ માટે આપવામાં આવેલ છે. જે પૈકી અત્યાર સુધી સ્વેપ ટેકનોલોજીવાળી કુલ-૧૮ બસોની ડીલીવરી મળેલ છે. જે ભારતભરમાં પ્રથમ પ્રકારની છે. જેમાંથી ૧૩ બસો હાલમાં કાર્યરત છે અને ફાસ્ટ ચાર્જીગ પ્રકારની ૨૫ બસોની ડિલિવરી મળેલ છે. ડિસેમ્બર-૨૦૧૯ના અંત સુધીમાં તમામ બસો કાર્યરત કરવામાં આવનાર છે. વધુમાં શહેરમાં વધતી પ્રદૂષણની સમસ્યા ઘટાડવાના ભાગરૂપે વધુ ૩૦૦ ઈલેક્ટ્રીક એસી મીડી બસોને ગ્રોસ કોસ્ટ મોડેલ પર સપ્લાય, ઓપરેશન અને મેઈનટેનન્સ માટે માર્ચ-૨૦૧૯માં ટેન્ડર પ્રક્રિયા ટાટા મોટર્સ લી.ને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. સદર બસોની ડીલીવરી તબક્કાવાર માર્ચ-૨૦૨૦ પછી કરવામાં આવશે.
આજરોજ તા.૧૨-૧૨-૨૦૧૯ના રોજ અમદાવાદ જનમાર્ગ લી.ની ૫૫મી બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગમાં વધુ ૩૦૦ ઈલેક્ટ્રીક એસી મીડી બસોનો વર્કઓર્ડર આપવાની મંજુરી મળેલ છે. સદર ટેન્ડરમાં વિવેક ટ્રાવેલ્સ અને જે.બી.એમ.ઓટો.લી.ના જાઈન્ટ વેન્ચર નેગોશીએબલ કર્યા બાદ રૂ.૫૪.૯૦ પ્રતિ કિ.મી.ના ભાવથી એલ-૧ આવેલ છે. ટેન્ડરની શરતો મુજબ ૩૦૦ બસ પૈકી ૧૮૦ બસ વિવેક ટ્રાવેલ્સ પ્રા.લી. અને જે.બી.એમ.ઓટો લી.જાઈન્ટ વેન્ચરને ચલાવવા માટે તથા એલ-૧ના ભાવથતી ૪ એલ-૨ આવેલ ટાટા મોટર્સ લી.ને ૧૨૦ બસ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.