અમદાવાદ : જાહેરમાં થૂંકતા લોકો પાસેથી દંડની વસુલાત
અમદાવાદ: કોરોના વાઇરસની અસરને લઇ ગુજરાત સરકાર દ્વારા મહત્વના નિર્દેશો જારી કરી રાજયના સંબંધિત કોર્પોરેશન, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો સહિતના સત્તાવાળાઓને કડક તાકીદ કરી છે ત્યારે જાહેરમાં થૂકનારા લોકો સામે તવાઇ બોલાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે અમલવારી શરૂ કરી દીધી છે. રાજય સરકારે જાહેરમાં થૂંકનાર પાસેથી રૂ.૫૦૦ દંડની વસૂલાત કરવાની ગઇકાલે જાહેરાત બાદ અમ્યુકોનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એકદમ જાણે એકટીવ મોડમાં આવી ગયુ હતું.
અમદાવાદ શહેરમાં સવારે માત્ર બે કલાકમાં જ જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી બે લાખ રૂપિયાનો દંડ વસૂલોયો હતો. જયારે સમગ્ર દિવસ દરમ્યાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મળી કુલ ૬.૫૦ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરી નાંખ્યો હતો. હાલ સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસને લઈને સરકાર સાવધાન થઈ ગઈ છે. અને દરેક વાત પર સાવચેતી રાખી રહ્યું છે ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારાને રૂ.પ૦૦નો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઇ છે. થૂંકવાથી કોરોના વાઇરસ ફેલાતો હોઇ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યકિતને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે. રાજ્ય સરકારે ઇન્ડિયન એકેડેમિક એકટ અમલમાં મૂકતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારાને રૂ.પ૦૦નો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઇ છે.
થૂંકવા કે છીંક ખાવાથી ઊડતા છાંટાથી કોરોના વાઇરસ ફેલાતો હોઇ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યકિતને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે અને સવારના બે કલાકમાં જ રૂ.બે લાખથી વધુનો દંડ વસૂલાયો હતો. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારને રૂ.૧૦,૦૦૦ની પેનલ્ટી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતની અમલવારી થઇ શકી નથી, પરંતુ રાજ્ય સરકારે રૂ.પ૦૦ વસૂલવાની તાકીદ કરતાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા રસ્તા પર થૂંકનારા લોકોને પકડીને તેમની સામે દંડની કાર્યવાહી કરવા આજે સવારથી જ કામે લાગી ગઇ હતી.