Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે જમીન ચકાસણી પ્રયોગશાળા શરૂ કરાઈ

Farming land in Jhagadia area of Gujarat

પ્રતિકાત્મક

ખેતી નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના ખેડુત ખાતેદારો માટે કાર્યરત જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે.

જેમાં ખેડુત પોતે પોતાની જમીન તેમજ પાણીના નમુનાનું પૂથ્થકરણ કરાવી પોતાની જમીનની તાસીર/ફળદ્રુપતા જાણી શક્શે અને તે મુજબ ખુટતા પોષક તત્વો (ખાતર)નો ઉપયોગ કરી ધાર્યુ ઉત્પાદન મેળવી શકશે.

જે માટે ખેડુત પોતાના ખેતરનુ પ્રતિનિધિત્વ ધરાવતો નમુનો લેવા માટે હેક્ટર દીઠ ૧૦ થી ૧૨ જગ્યાઓ સર્પાકાર રીતે પસંદ કરી, ખાતરના ઢગલા, વાડ, શેઢા કે ઝાડથી ૧૦ ફુટ દુર કોદાળી મારફત ૨૦ થી ૨૫ સે.મી. ઉંડાઇનો ‘V’ આકરનો ખાડો કરી તેમાથી પસંદ કરેલ તમામ જગ્યાઓમાંથી માટી તગારામાં ભેગી કરી બરાબર મીશ્ર કરવી

ત્યાર બાદ કાંકરા, ઘાસ, કચરો દુર કરી તેમાંથી ૫૦૦ ગ્રામ જેટલી માટીને મજબુત કપડાની થેલીમાં ભરવી. નમુનાની થેલી ઉપર ખેડૂતનુ નામ, ગામ, તાલુકો, જિલ્લો, ખાતા નંબર, સર્વે નંબર અને તેનો વિસ્તાર, નમુનો લીધા તારીખ, અગાઉ લીધેલ પાક, લેવાનો હોય તે પાક જેવી વિગતો લખેલી કાપલી દોરીથી બાંધવી.

ત્યાર બાદ સરકારશ્રી દ્વારા પ્રવર્તમાન ધારાધોરણ મુજબની રૂ. ૧૫ પ્રતિ નમુના લેખે ચલણ દ્વારા બેંકમાં જમા કરાવાની રહેશે. જમા કરાવેલ ચલણની નકલ સાથે લીધેલ નમુનો મદદનીશ ખેતી નિયામકશ્રી, જમીન ચકાસણી પ્રયોગશાળા, વિસત પેટ્રોલ પમ્પની બાજુમાં, સાબરમતી, અમદાવાદ ખાતે પહોંચાડવાનો રહેશે.

 

જેમાં જમીન અને પાણીના નમૂના લેવા  માટે અથવા સંલગ્ન જરૂરી માર્ગદર્શન માટે આપના ગામના ગ્રામસેવકશ્રી/તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવાનો રહેશે એમ ખેતી નિયામકશ્રી આખબારી યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.