Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના ૨.૩૭ લાખ બાળકોને પોલીયોની રસી અપાશે

અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં આગામી તા. ૨૭ ફેબુ્રઆરીને રવિવારે પોલીયો રસીકરણ યોજાશે. જેમાં જિલ્લાના પાંચ વર્ષ સુધીના આશરે ૨.૩૭ લાખ બાળકોને પોલીયો પિવડાવાશે. આ માટે ૧,૦૫૫ બુથ ઉભા કરાયા છે. એસ.ટી.સ્ટેન્ડ, ટોલટેક્સ સહિતના ૫૩ જાહેર સ્થળના પોઇન્ટો પર પોલીયો અપાશે.

જિલ્લાના તમામ ૯ તાલુકાના ૪૬૬ જેટલા ગામોમાં આગામી રવિવારે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવશે. આ અંગે જિલ્લા રસીકરણ અધિકારી ડૉ.ગૌતમ નાયકના જણાવ્યા મુજબ આરોગ્ય અને આંગણવાડીના ૪ હજારથી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જાેતરાશે. ૨૦૫ સુપરવાઇજરો મૂકાશે.

રવિવારે દરેક ગામમાં પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. પ્રથમ દિવસે જ ૮૫ ટકા કામગીરી કરી દેવાશે. બાકીના ત્રણ દિવસ સુધી ઘરેઘરે ફરીને પોલીયો રસીકરણ વગર રહી ગયેલા બાળકોને પણ રસી અપાશે. ઔદ્યોગિક એકમો, ઇંટવાડા, બાંધકામ સ્થળ, ઝૂંપડપટ્ટીઓ, અસ્થાઇ વસાહતમાં રહેતા લોકોને પણ પોલીયો રસીકરણમાં આવરી લેવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.