અમદાવાદ જિલ્લામાં ઉશ્કેરણીજનક કૃત્યો પર પ્રતિબંધ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર હકૂમત સિવાયનાં સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં શાંતિ અને સલામતી માટે અઢી ઇંચથી મોટા શસ્ત્ર, દંડા, લાઠી રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેર સલામતી અને શાંતિ ડહોળતા ચેનચાળાવાળા ઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સળગતી મસાલ,સરઘસ કે બૂમો પાડવા તેમજ પૂતળા બાળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૪-૦૨-૨૦૨૧ સુધી આ આદેશ અમલી રહેશે. સરકારી ફરજ પરના કે અધિકૃત કરેલ વ્યક્તિઓ સિવાય આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ – ૧૮૮ અન્વયે શિક્ષાપાત્ર થશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હર્ષદ વોરા એ જાહેરનામામાં જણાવ્યું છે.