Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાનનો પ્રારંભ

ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વાન  ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર

અમદાવાદ જિલ્લામાં આજથી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાન નો પ્રારંભ કરાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયત ખાતેટઃઈ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ આ વાનને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે… ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર પુરવાર થશે.

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. જો કે આ રોગનું સંક્રમણ વધતુ અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વગ્રાહી પગલા લેવાય જ છે. પરંતુ આ રોગ અમદાવાદ જિલ્લામાં ફેલાય નહી તે માટે જિલ્લા તંત્ર દ્વારા પણ વિશેષ તકેદારી રાખીને સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત રક્ષાત્મક પગલા લેવાય છે. તેના ભાગ રૂપે આ ટેસ્ટીંગ વાનનો પ્રારંભ કરાયો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સુવિધા સર્વ પ્રથમ અમદાવાદ જિલ્લાને પ્રાપ્ત થઈ છે.

શ્રી બાબુએ જણાવ્યું હતું કે, એ વાન આરોગ્યની ટીમની ભલામણ અને જિલ્લા આરોગ્ય તંત્રની વ્યૂહરચના પ્રમાણે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં મોકલવામાં આવશે. તાલુકા આરોગ્યની ટીમ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ વાનમાં અકત્ર કરશે. જિલ્લાના લોકોને ટેસ્ટ કરાવવા જિલ્લા મથકે નહી જવું પડે અને તેને પગલે શહેરના કોઈ દર્દીના ચેપ લાગવામાંથી પણ તેઓ મૂક્ત રહી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી અરૂણ મહેશ બાબુએ વધુમાં જણાવ્યું હતું કે, જરૂરિયાત હશે તો આ ટેસ્ટીંગ વાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નગરપાલિકા મથકે અને ગામડાઓમાં જ્યાં પણ આરોગ્યની ટીમ હશે ત્યાં જશે. આ વાનમાં બે બેઠક છે તેથી એક સાથે બે દર્દીઓઅના સેમ્પલ લઈ શકાશે એટલું જ નહી આરોગ્ય કર્મીઓની સલામતીને ધ્યાને લઈને આ કર્મીઓ સલામત અંતર રાખીને કોઈ પણ દર્દીનું સેમ્પલ લઈ શકશે તેવી સુવિધા છે.

આ વાનના પગલે ટેસ્ટીંગમાં ઝડપ આવશે અને શંકાસ્પદ દર્દીઓની અમે ત્રણ સર્વે દરમ્યાન અગાઉથી ઓળખ કરી રાખી હોઈ ખુબ ટુંકા સમયમાં સમગ્ર જિલ્લાને આવરી લેવાશે. કોરોના શંકસ્પદ દર્દીને પણ શહેરમાં ટેસ્ટ કરાવવા જવું નહી પડે એટલે તે રીતે પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધતી અટકાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.