અમદાવાદ જિલ્લામાં જરૂરિયાતમંદોની વ્હારે સરકાર, સ્વંયસેવી સંગઠનો અને દાતાઓ

પ્રતિકાત્મક
લૉકડાઉનની સ્થિતિમાં પ્રસરી રહી છે માનવતાની મહેક -જરૂરિયાતમંદોને સહાય માટે જિલ્લા વહીવટીતંત્રની અપીલ
કોરોનાના ચેપના કારણે લૉકડાઉનની સ્થિતિમાં ગરીબ અને શ્રમજીવીઓને બે ટંકના ભોજનનીસમસ્યા સર્જાઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર તેમની વહારે આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ 24/7 કંટ્રોલરુમના માધ્યમથી સ્વયંસેવકો અને સેવાભાવી સંસ્થાઓને જરુરિયાતમંદ સુધી પહોંચાડવાનો અભિગમ અપનાવ્યો છે.
લોકડાઉન જાહેર થયાને સમય વીત્યો હોવાથી જરુરીયાતને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરમાંથી અનેક સ્વંયસેવી સંગઠનો ભૂખ્યાજન સુધી ભોજન પહોંચાડવા માટે આગળ આવ્યા છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે તે માટે કમર કસી છે અને પરિણામે તંત્રની અપીલના પગલે અનેક સંસ્થાઓ મદદે આવી છે.
છેલ્લા 13 દિવસથી ગુજરાત શીખ સમાજે લંગર સેવા શરુ કરી છે અને હજારો લોકો સુધી ભોજન પહોંચાડ્યું છે. ગુરુદ્વારા ગોવિંદધામ થલતેજ દૈનિક ધોરણે કોર્પોરેશનમાં એક હજારથી વધુ ફૂડપેકેટ પહોંચાડે છે, તો ઓઢવનું ગુરુદ્વારા ત્યાંના ગરીબ વિસ્તારોમાં જરુરિયાતમંદોને ભોજન પહોંચાડી રહ્યું છે.તે જ રીતે મણિનગર, વાડજ, સમ્રાટ નગર અને કૃષ્ણ નગર જેવા વિસ્તારોના ગુરુદ્વારા દ્વારા ભૂખ્યાજનોને ભોજન પુરુ પાડવામાં આવી રહ્યું છે. આ સંસ્થા દ્વારા જીવનજરુરી ચીજવસ્તુઓની કિટ બનાવી તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ પણ જરુરિયાતમંદો સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.
આ ઉપરાંત અન્ય કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો પણ આ સેવાકાર્યમાં તેમનું યોગદાન આપી રહ્યા છે. દા.ત- આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા -1000 કિટ, ડેકોરેટર્સ એસોસિએશને 1,500 કિટ અને રેડ ક્રોસ – 5,000 કિટ અને મદદગાર ગ્રુપે 1,000 કિટની સહાય કરી છે. આર્ટ ઓફ લિવિંગે બીજી 1000 કિટ આપવા માટે જણાવ્યું છે.
આ સંદર્ભે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આ સંકટના સમયમાં સહાય કરી રહેલી સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓનોઆભાર માન્યો છે અને લોકોને સૂકા રાશનની કિટનું વિતરણ કરવા અનુરોધ કર્યો છે.
આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 24/7 કંટ્રોલ રુમ ચાલી રહ્યો છે. આ કંટ્રોલ રુમનો નંબર 079-27560511 છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આ માટે નોડલ અધિકારી તરીકેશ્રી પી.એલ.ઝનકાતની નિમણૂંક કરી છે. જેમનો સંપર્ક નંબર- 99099-27118 છે.અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ આ કામગીરીના સંકલન માટે આ અંગે આપ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના શ્રી જે.બી.દેસાઈ- 99784-05200 સંપર્ક કરી શકો છો.