અમદાવાદ જિલ્લામાં ડાંગરનો વાવેતર વિસ્તાર 11,305 હેક્ટર વધ્યો
સાણંદ, ધોળકા, બાવળા અને દસક્રોઇ તાલુકામાં ૧,૩૨,૭૯૫ હેકટરમાં ડાંગરનું વાવેતર થયું.
ગુજરાત રાજ્યમા ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહેતા ધરતીપુત્રોએ ખરીફ સિઝનમાં વાવેતર પૂર્ણ કર્યું છે. અમદાવાદ જિલ્લામાં ચાલુ વરસે ડાંગરના વાવેતરમાં 11, 305 હેક્ટર વિસ્તારનો વધારો થયો છે. અમદાવાદ જિલ્લામાં કુલ 3.97,602 હેક્ટર વિસ્તારમાં ખરીફ સિઝનનું વાવેતર થયું છે, જેમાંથી 1,32,795 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે.
અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકામાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થયું છે. તાલુકામાં ૪૧,૪૩૦ હેકટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. બીજા ક્રમે ધોળકા તાલુકામાં ૩૪,૧૦૦ હેકટર વિસ્તારમાં, જ્યારે ત્રીજા ક્રમે બાવળા તાલુકામાં ૨૮,૩૯૦ હેકટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. દસક્રોઇ તાલુકામાં ૨૩,૨૦૦ અને વિરમગામ તાલુકામાં ૫,૬૭૫ હેકટર વિસ્તારમાં ડાંગરની વાવણી થઈ છે.