Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં ડાંગરને બચાવવા ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડાશે

File

૧૫ જુલાઇથી ૪પ દિવસ માટે એકંદર ૩૧.૯ MCFT પાણી ડાંગરના ઊભા પાકને મળશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-ર૦૧૯માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૧પ જુલાઇથી ૪પ દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીના આ કિસાન હિત અભિગમને પગલે અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને રપ હજાર હેકટર વિસ્તાર તેમજ ખારીકટ યોજનાના દસક્રોઇ, બારેજા, માતર તાલુકામાં ૪પ૦૦ હેકટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરની સિંચાઇ માટે ૧પ જુલાઇ-ર૦૧૯ થી ર૪ ઓગસ્ટ સુધી એકંદરે ૩૧૦૯ MCFT નર્મદાનું પાણી છોડવામાં આવશે.  

 


Shop Your Style..

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.