Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં ૨૯ નવેમ્બરના રોજ ૧૨ હજારથી વધુ લોકોને રસી અપાઈ

પ્રતિકાત્મક

અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૯ નવેમ્બર, ૨૦૨૧ના રોજ જિલ્લામાં કુલ ૧૨, ૪૬૯ નાગરિકોને રસી આપવામાં આવી હતી. જેમાં ૬૧૮ નાગરિકોને પ્રથમ ડોઝ, જ્યારે ૧૧,૮૫૧ નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ ૧૧૩ સેશનમાં આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદ જિલ્લાના ૪૬૫ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. જિલ્લામાં ૧૦૦ ટકા હેલ્થકેર વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સનું રસીકરણ થઈ ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.