અમદાવાદ જિલ્લામાં 199 કિલોમીટર રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરાયું
ગુજરાત સરકારે ચોમાસાના પગલે નુકસાન પામેલા રોડ રસ્તાઓની મરામત માટે શરુ કરેલા “માર્ગ મરામત” અભિયાન હેઠળ અમદાવાદ જિલ્લામાં 199.16 કિલોમીટરના માર્ગોની મરામત હાથ ધરાઈ છે.
અમદાવાદ જિલ્લાના માર્ગ-મકાન વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર માર્ગ મરામત અભિયાન હેઠળ જિલ્લામાં 224.06 કિલોમીટરના માર્ગો મરામત-પાત્ર છે, તેમાંથી 05 ઓક્ટોબર, 2021 સુધીમાં 199.16 કિલોમીટર રસ્તાઓની મરાતમની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
આ અંગેની વિગતો આપતા માર્ગ મકાન(રાજ્ય)ના કાર્યપાલક ઈજનેર શ્રી કૌશલ બ્રહ્મભટ્ટ કહે છે,” રાજ્યના માર્ગ–મકાન મંત્રીશ્રીના માર્ગદર્શનમાં શુભારંભ કરવામાં આવેલા “માર્ગ મરામત” અભિયાન હેઠળ અમદાવાદ જિલ્લામા માર્ગ મરામતની કુલ 817 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, તેમાંથી 616 જેટલી ફરિયાદોનું નિવારણ થઈ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસમાં બિસ્માર થયેલા રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા 1 ઓક્ટોબરથી “માર્ગમરામત”અભિયાનનોશુભારંભકરવામાંઆવ્યોછે.