અમદાવાદ જિલ્લામાં 20 થી 22 જાન્યુઆરી વરસાદ થઈ શકે છે-– હવામાન વિભાગની આગાહી

File
ખેડૂતોને ખુલ્લામાં રહેલા ખેતી પાકના રક્ષણ માટે તાકીદ
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ જિલ્લામાં આગામી ત્રણ દિવસ- 20,21 અને 22 જાન્યુઆરી, 2022 ના રોજ વરસાદ થઈ શકે છે. જેના અનુસંધાને અમદાવાદ જિલ્લામાં ખુલ્લામાં રહેલા ખેતીના પાક કે પરિવહન દરમિયાન કે એ.પી.એમ.સી. માં કે કોઈ પણ જગ્યાએ રહેલ પાકને કોઈ નુકશાન ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે.