Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની આગેકૂચ

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની અમદાવાદ શાખાને મળેલા સન્માનથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું – શ્રી સંદિપ સાગલે, જિલ્લા કલેક્ટરશ્રી

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. અમેરિકન એસોસિશન ઓફ બ્લડ બેંક દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની અમદાવાદ શાખાને “AABB Certificate in Quality” એનાયત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી હોદ્દાની રૂએ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ હોય છે. આ બહુમાન અંગે પ્રતિભાવ આપતા  અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે,” ઈન્ડિયન રેડક્રોસ, અમદાવાદ શાખાને  આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલું સન્માન સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે”.

તેમણે ઉમેર્યું હતું કે,  અમદાવાદ જિલ્લાની રેડ ક્રોસ બ્રાન્ચ દ્વારા અવારનવાર સામાજિક-સ્વચૈછિક  પ્રવૃતિઓ હાથ ધરવામા આવે છે અને કોરોનાકાળમાં પણ રેડક્રોસ સોસાયટીએ રક્તદાન અને પ્લાઝમા ડોનેશન થકી શ્રેષ્ઠ કામગીરી કરી છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રસંશા કરી હતી અને વધુમાં વધુ લોકોને રક્તદાન માટેની અપીલ કરી હતી.

આ અવસરે ઉપસ્થિત ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના અમદાવાદ શાખાના ચેરમેન ડોક્ટર હર્ષદભાઇએ સંસ્થાની આ સિદ્ધિનો શ્રેય  ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ ડો.વિષ્ણુ ગણેશ માવળંકરને આપ્યો હતો.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડાયરેક્ટર ડો. વિશ્વાસ અમીને કહ્યું કે,  ઈન્ડીયન રેડકોસ સોસાયટીની અમદાવાદ શાખાએ કોરોના કાળમાં ૫૦૦થી વધુ પ્લાઝમા ડોનેશન માટે નોંધણી કરાવી હતી. અહીં  ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની 17(સત્તર) શાખાઓ કાર્યરત છે

અમદાવાદ જિલ્લામાં 15 હજારથી વધુ નાગરિકોને રસી અપાઈ

અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ જિલ્લામાં 13 ઓક્ટોબર,2021ના રોજ 15,576 નાગરિકોને રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કુલ 155 સેશનમાં આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર 13 ઓક્ટોબર, 2021ના રોજ 2,705 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 12, 871 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. મહત્વની બાબત એ છે કે અત્યાર સુધીમાં જિલ્લામાં 350 ગામોમાં સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.