અમદાવાદ જીલ્લાના ધોલેરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ ” આઝાદીનો અમૃત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરતા ગીત સંગીતનો કાર્યક્રમ અમદાવાદ જીલ્લાના ધોલેરા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાં યોજાયો હતો.
જેમાં ગાયક વૃંદ દ્વારા રાષ્ટ્ર ભક્તિ સભર ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધોલેરા તાલુકા વિકાસ અધિકારીશ્રી ડો.ભાવિનભાઈ કથિરિયા,નાયબ મામલતદાર શ્રી ભગીરથસિંહ વાળા, સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પ.પૂ.હરિપ્રકાશ સ્વામીજી,અમદાવાદ જિલ્લા પંચાયત દંડક શ્રી દિગ્પાલસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુભાષભાઈ ગોહેલ. તમામ વિભાગ અને કચેરીઓના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.