અમદાવાદ જીલ્લાની જાહેર ઈમારતોમાં ફોગીંગની કામગીરી હાથ ધરાઇ

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નોવલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પ્રેરક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું
હાલની કોરોના વાયરસની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી અમદાવાદની સુચના મુજબ જીલ્લાની ગ્રામ્ય કોર્ટ સહિતની જાહેર ઈમારતોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નોવેલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પ્રેરક પત્રિકાઓનું વિતરણ કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સતીષ મકવાણા તથા જીલ્લા મેલેરીયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટ, સોલા સિવીલ હોસ્પિટલ, અસારવા સિવીલ હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ, મીરઝાપુર કોર્ટ, ભદ્ર કોર્ટ, ગાંધી આશ્રમ, કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત કચેરી, ગીતા મંદિર બસ સ્ટેન્ડ, રાણીપ બસ સ્ટેન્ડ તથા વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા , ધોળકા અને ધંધુકા કોર્ટમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.