અમદાવાદ જીલ્લામાં “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ નિહાળવા માટે માર્ગદર્શન અપાયુ
(પ્રતિનિધિ-નિલકંઠ વાસુકિયા)વિરમગામ, મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર ધ્વારા તારીખઃ-૨૮/૦૭/૨૦૨૦ના રોજ વંદે ગુજરાત-૧ ચેનલ પર બપોરે ૨ઃ૦૦ થી ૩ઃ૩૦ વાગે “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જો “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ જોવાનું ચુકી જવાય તો યુ ટ્યુબ પર ઉઝ્રડ્ઢ ય્ેંત્નછઇછ્ પર મોબાઈલમાં જોઈ શકાશે. ધોળકા તાલુકા ના ધોળકા ધટક ૨ સહિત અમદાવાદ જિલ્લામાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટેનો સેટકોમ નિહાળવા આઇસીડીએસ વિભાગની અપીલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના (આઇ.સી.ડી.એસ) હેઠળની વિવિધ પ્રવ્રુત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા મહિલા અને બાળ આરોગ્ય વિષયક બાબતો પર માર્ગદર્શન આપવાનું શરૂ કરવામાં આવેલ છે. જેમાં આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ ,સગર્ભા અને ધાત્રી માતાઓને રાખવાની કાળજી ઓ કિશોરીઓ ને આરોગ્યની જાળવણી તેમજ જીવનમાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે. તારીખઃ-૨૮/૦૭/૨૦૨૦ના રોજ બપોરે ૨ થી ૩ કલાક દરમ્યાન આ કાર્યક્રમને ધોળકા તાલુકા ના ધોળકા ઘટક ૨ તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વધુ કિશોરીઓ, વાલીઓ અને મહિલાઓ નિહાળી તેમાંથી માર્ગદર્શન મેળવે તેવી અપીલ ધોળકા સી.ડી. પી .ઓ દર્શનાબેન પટેલ દ્વારા કરવામાં આવી છે.