અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
અમદાવાદ જી.પી.ઓ. ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ચીફ પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 17-06-2019ના રોજ 11.30 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજિસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આવી ફરિયાદો તારીખ 13-06-2019 સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 13-06-2019 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.