અમદાવાદ ટ્રાફિક પોલીસે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક મેમો વસૂલ્યો
અમદાવાદ, અમદાવાદ ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરે ડિટેઇન કરેલી એક પોર્શે કારના માલિકે RTOમાં 27 લાખ 68 હજારનો દંડ ભર્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલી આ પોર્શ કારનો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો દંડ છે. ટ્રાફિક પોલીસે એક અભિયાન અંતર્ગત 2.18 કરોડની પોર્શે 911 કારને ગત 29 નવેમ્બરે ડિટેઈન કરી હતી. આ કારને મેમો આપ્યા બાદ RTO 27 લાખ 68 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ દંડમાં 16 લાખ રોડ ટેક્સ, 7 લાખ 68 હજાર ટેક્સ પર વ્યાજ, 4 લાખ રૂપિયા પેનલ્ટી અને 25 ટકા ઓરીજનલ ટેક્સ એમ RTOએ આટલો ટેક્સ વસુલ કર્યો છે. ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં PSI એમ.બી.વીરજાએ લક્ઝૂરિયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી. અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું નાગરિકો પાલન કરે તે માટે અનેક જાગૃતિ અભિયાનો પણ યોજવામાં આવે છે.