Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિજન પર ગણતંત્ર દિવસનો સમારોહ સંપન્ન

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિજન પર 72મો ગણતંત્ર દિવસ સમારોહ મનાવવામાં આવ્યો. અમદાવાદ ડિવિજનના ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાએ સાબરમતીના એડોએસએ ક્રિકેટ ગ્રાઉંડ પર આયોજિત કાર્યક્ર્મમાં ધ્વજવંદન કર્યું અને રેલ્વે સુરક્ષા બળ તથા સ્કાઉટ અને ગાઇડની પરેડનું નિરીક્ષણ કરીને તેને સલામી લેવામાં આવી.

વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી સૈયદ સરફરાજ અહેમદએ ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાનું સ્વાગત કર્યું. શ્રી ઝાએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલના ગણતંત્ર દિવસ સંદેશનું વાચન કર્યું તથા પશ્ચિમ રેલ્વે અને મંડળની ઉપલબ્ધીઓના બાબતે જણાવ્યુ હતું. મંડળના કાર્મીક વિભાગના સાંસ્ક્રુતિક ગ્રુપ ધ્વારા દેશભક્તિ ગીતો તથા રંગારંગ કાર્યક્ર્મની પ્રસ્તુતિ આપવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝા ધ્વારા આ અવસર પર કોરોના મહામારી દરમિયાન જે રેલકર્મચારીઓનું દુખદ અવસાન થયુ, તેમના પરિવારજનોને સંગઠન તરફથી સંવેદના રાશિ પ્રદાન કરવામાં આવી. મહિલા સંગઠન ધ્વારા મંડળ રેલ્વે હોસ્પિટલ સાબરમતીમાં એક સ્માર્ટ ટીવી ભેટ સ્વરૂપ પ્રદાન કરવામાં આવ્યું.

ડીઆરએમ શ્રી ઝા ધ્વારા રેલકર્મચારીને ઉત્કુષ્ટ કાર્ય કરવા માટે તેમને ગોલ્ડ પ્લેટેડ પદક તથા પ્રશંશાપત્ર પ્રદાન કરીને સમ્માનિત કરવામાં આવ્યા. કાર્યક્ર્મના અંતમાં વરિષ્ઠ મંડળ કાર્મીક અધિકારી શ્રી સુનિલ બિશનોઈએ તમામને આ કાર્યક્ર્મ સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો.

આ અવસર પર અધિકારીઓ માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. જેના ડીઆરએમ ઇલેવન ટીમ વિજેતા રહી. કાર્યક્ર્મનું સંચાલન કાર્યાલય અધિક્ષક શ્રીમતી ઉપાસના ભટ્ટ પટેલ ધ્વારા કરવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.