Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ દ્વારા મોબાઈલ ચોરને પકડવામાં આવ્યો

અમદાવાદ ડિવિઝનના રેલવે સુરક્ષા વિભાગ યાત્રીઓ અને તેમના સામાનની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં હંમેશા તત્પર રહે છે. આજે તારીખ 14/12/2021 ના રોજ અમદાવાદ સ્ટેશન આરપીએફ ટીમે અમદાવાદ સ્ટેશન પર એક ચોરને રંગે હાથ પકડી લીધો.

ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ જાણકારી આપતાં કહ્યું કે અમદાવાદ સ્ટેશન પર આરપીએફના CPDS ટીમ ઇન્ચાર્જ સ.ઉ.નિ. રામાકિશન ચૌધરીની સાથે કોન્સ્ટેબલ પ્રશાંત સોનાવણે અને કોન્સ્ટેબલ અમન કુમારના દ્વારા સ્ટેશન પર ચાંપતી નજર રાખવા દરમિયાન સમય 04.30 કલાકે પ્લેટફોર્મ નં. 08 પર આવનારી ટ્રેન નં. 20483 (ભગતની કોઠી – દાદર) ના AC કોચમાંથી એક વ્યક્તિને ચોરી કરીને ભાગતાં રંગે હાથ પકડ્યો અને પકડાયેલા વ્યક્તિથી પૂછપરછ કરવા પર એણે પોતાનું નામ આશિક S/o અલીમુદ્દીન જણાવ્યું અને તેની ઝડતી લેતાં નીચે મુજબનો સામાન મળ્યો.

(1) 04 મોબાઈલ ફોન (2) પર્સમાં 500 ભારતીય રૂપિયા (3) 02 વિદેશી મુદ્રા (કતાર દેશ) (4) એક બેગ જેમાં ખાવાપીવાનો સામાન, એક ચાકુ

સદર મોબાઈલ અને બેગ વિશે પૂછવા પર પકડાયેલા વ્યક્તિએ તે ટ્રેનમાંથી ચોરી કર્યાનું સ્વીકાર કર્યું, ત્યારબાદ પકડાયેલા વ્યક્તિને જપ્ત સામાનની સાથે આગળની કાર્યવાહી માટે GRP અમદાવાદને સુપરત કરવામાં આવ્યો છે. જેના પર GRP અમદાવાદ દ્વારા 41D crPC તારીખ 14.12.2021 નો કેસ નોંધવામાં આવ્યો છે. ચોરીની ફરિયાદ નોંધાવવા પર IPC હેઠળ કેસ કરવામાં આવશે.

અમદાવાદ ડિવિઝન ને પોતાના સુરક્ષા કર્મચારીઓ પર ગર્વ છે, જે અમારા સન્માનનિય યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનો જીવ જોખમમાં નાખવાની હદ સુધી જઈને પ્રત્યેક સંભવિત પગલાં ભરવા માટે તૈયાર રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.