અમદાવાદ ડિવિઝન ખાતે “એન્ટી ટેરરિસ્મ ડે” નું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે એન્ટી ટેરરિઝમ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ શ્રી દીપકકુમાર ઝાએ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનંત કુમાર અને સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી સુનીલ બિશ્નોઈ ની હાજરીમાં તમામ અધિકારીઓ અને સ્ટાફે દેશની અહિંસા
અને સહિષ્ણુતાની પરંપરામાં વિશ્વાસ જાળવવા અને તમામ પ્રકારના આતંકવાદ અને હિંસા સામે મક્કમતાથી લડવાની પ્રતિજ્ઞા લીધી હતી. તમામ લોકોએ માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ નું નિર્માણ કરવાનો અને સમગ્ર માનવ જાતિને જોખમમાં મૂકતી વિક્ષેપજનક શક્તિઓ સામે લડવાનો સંકલ્પ પણ કર્યો હતો.
વર્તમાન દૃશ્યને ધ્યાનમાં રાખીને, દરેકે તેમના કાર્યસ્થળ પર એસઓપી ને સંપૂર્ણપણે અનુસરીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.