અમદાવાદ ડિવિઝન દ્વારા “આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસ”નું આયોજન
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં 06 જૂન 2024ના રોજ “આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલવે લેવલ ક્રોસિંગને સુરક્ષિત રાતે પાર માટે લેવાની સાવચેતી વિશે રોડ ઉપયોગકર્તાઓ અને આસપાસ રહેતા નાગરિકો અને ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.
અને મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 131, રેલવે એક્ટ 1989ની કલમ 160 અને 161માં દર્શાવેલ જોગવાઈઓ સમજાવવામાં આવી હતી.
વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી ઉમેશ પ્રસાદે જણાવ્યું હતું કે લેવલ ક્રોસિંગ પર થતા અકસ્માતોને રોકવા માટે દર વર્ષે જૂન મહિનામાં“આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસ” નું આયોજન કરવામાં આવે છે. રોડ ઉપયોગકર્તાઓ અને તે વિસ્તારના નાગરિકો અને ગ્રામજનોને પણ નીચેના મુદ્દાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
➢ રેલવે લેવલ ક્રોસિંગ બંધ થતી વખતે તથા બંધ થયા પછી થોભો➢ ગેટ બૂમ સાથે છેડછાડ કરશો નહીં➢ ગેટ ખુલ્યા પછી જ તેને પાર કરો➢ ગેટ ક્રોસ કરતી વખતે મોબાઈલ ફોન/ઈયર ફોનનો ઉપયોગ કરશો નહીં➢ ઉતાવળ કરીને તમારા જીવનને જોખમમાં નાખશો નહીં.
સહાયક મંડળ સંરક્ષા અધિકારી શ્રી હેમંત માથુરના જણાવ્યા અનુસાર, આ અભિયાન દરમિયાન ડિવિઝનના જુદા જુદા લેવલ ક્રોસિંગ પર બેનરો પ્રદર્શિત કરીને તથા પેમ્પ્લેટના માધ્યમથી સંરક્ષા વિભાગ, સુરક્ષા વિભાગ, એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન તથા નાગરિક સુરક્ષા દળ દ્વારા રોડ ઉપયોગકર્તાઓને જાગૃત કરવામાં આવ્યા હતા.