અમદાવાદ ડિવિઝન પર ગેરકાયદેસર વિક્રેતાઓ સામે ઝુંબેશ
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 20 થી 22 માર્ચ 2020 સુધી ગેરકાયદેસર વિક્રેતાઓ સામે જોરશોરથી ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં 10 ગેરકાયદેસર વિક્રેતાઓને પકડવામાં આવ્યા હતા અને સાત લોકોને ટિકિટ પ્લેટફોર્મ વગર પકડવામાં આવ્યા હતા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે રેલતંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રેનો અને પ્લેટફોર્મ પર ખાદ્ય ચીજોની સપ્લાય કરનારા ગેરકાયદેસર વિક્રેતાઓ સામે ફરિયાદો મળી રહી છે. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં મુસાફરને વિક્રેતાઓએ માર માર્યો હતો.
મંડળના પ્રશાસન દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યું હતું અને રાજીવ ચૌહાણ નામના વ્યક્તિને ન્યુસેન્સ ફેલાવવા અને ગેરકાયદેસર ખાદ્ય ચીજો વેચવા બદલ ભારતીય રેલ્વે એક્ટની કલમ 144 અને 145 હેઠળ કેસ નોંધવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને વાણિજ્ય વિભાગે સંયુક્ત રીતે ત્રણ દિવસ ગેરકાયદેસર વિક્રેતાઓ સામે અભિયાન ચલાવ્યું હતું, જેમાં 10 વિક્રેતાઓ ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ કરતા પકડાયા હતા અને બે ફૂડ ટ્રોલીઓ કબજે કરવામાં આવી હતી.
શ્રી ઝાએ મુસાફરોને તેમના હિતમાં અપીલ કરી છે કે પ્રવાસ દરમિયાન કૃપા કરીને પ્લેટફોર્મ પર ફક્ત અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખાવા-પીવાનું ખરીદો અને સલામત મુસાફરી કરો.