Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિઝન સ્પોર્ટસ એસોસિએશન (ADSA) દ્વારા આયોજિત DRM ચેમ્પિયનશિપનો ઇનામ વિતરણ સમારોહ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર તાજેતરમાં અમદાવાદ ડીવીઝન સ્પોર્ટસ એસોસિએશન (એડીએસએ) દ્વારા “ડીઆરએમ ચેમ્પિયનશીપ” નો ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. એસોસિએશનના સેક્રેટરી અને સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી અભિષેકકુમારસિંહે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે,

અમદાવાદ ડીવીઝન પર વર્ષ 2020-21 દરમિયાન આયોજિત “ડીઆરએમ ચેમ્પિયનશીપ” માં કુલ 8 ઇવેન્ટ યોજાયા હતા. જેમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિંટન, કેરમ, ચેસ અને ટગ ઓફ વાર જેવી લોકપ્રિય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધાઓમાં કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તમામ વિભાગની ટીમ, કારખાના, સાબરમતી સ્ટોર, નિર્માણ વિભાગની ટીમો અને ગાંધીધામ એરિયા મેનેજર ટીમે તેની હાજરી નોંધાવી હતી.

એસોસિએશનના અધ્યક્ષ અને ડીઆરએમ શ્રી દિપકકુમાર ઝાએ વિજેતા ખેલાડીઓને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા.
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદના અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝાએ વર્તમાન મહામારીથી બહાર આવવા માટે રમતોને મહત્વ આપવા તથા શારીરિક ફિટનેસને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

તેમણે ખેલાડીઓને રસીકરણના બંને ડોઝ વહેલી તકે લેવા પ્રેરિત કર્યા હતા. આ સ્પર્ધાના તમામ ઇવેન્ટના ચેમ્પિયન અને રનર્સ અપને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્રો અને સ્મૃતિ ચિન્હ એનાયત કરાયા હતા. મંડળના મિકેનિકલ વિભાગની ટીમને ઓવરઓલ ચેમ્પિયનશિપનો ખિતાબ મળ્યો અને એકંદરે રનર્સઅપનું બિરુદ ઓપરેટિંગ વિભાગને મળ્યું હતું.

આયોજનની સફળતાના મુખ્ય સૂત્રધાર સહાયક લેખા અધિકારી અને ટ્રેઝરર શ્રી હરીશ જનસારી, મુખ્ય કલ્યાણ નિરીક્ષક શ્રી રાજેશ ઠાકુર, શ્રી અમનદીપ બાવા અને શ્રી શૈલેષ અને તેમની ટીમ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.