અમદાવાદ ડે-નાઈટ ટેસ્ટ મેચની તમામ ટીકીટો વેચાઈ ગઈ
(એજન્સી) અમદાવાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીનું સ્વાસ્થ્ય હવે સુધારા પર છે. અને તેમણે કામ કરવાનું પણ શરૂ કરી દીધેુ છે. ગાગુૂલીની બે વખત એન્જીયોપ્લાસ્ટી પણ થઈચુકી છે. દરમ્યાન તેેમણે સ્ટાર સ્પોર્ટસ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે હવે તેમની તબિયત બિલકુલ ઠીક છે.
ગાંગુલી ક્રિકેેટ સ્ટેડીયમ પર દર્શકોના પરત ફરવાથી અત્યંત ખુશ છે. તેમણે જણાવ્યુ હતુ કે દર્શકોને મેદાન પર પરત આવી ગયા છ તે જાેઈને બહુ જ સારૂ લાગી રહ્યુ છે. અમદાવાદમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચની તમામ ટીકીટો વેચાઈ ગઈ હોવાનુૃ ગાગુલીએ જણાવ્યુ હતુ.
અમદાવાદમાં શ્રેણીના બાકી રહેલી બે ટેસ્ટ મેચ રમાશે જેમાં ર૪મી ફેબ્રુઆરીથી શરૂ થનારી મેચ ડે-નાઈટ હશે. ગાંગુલીએ કહ્યુ હતુ કે ડે-નાઈટ ટેસ્ટ છે. જેનાથી મને બહુ જ ખુશી થઈ રહી છે. નવુ મોટેરા સ્ટેેડીયમ તૈયાર છે. જય શાહ સાથે પણ ા અંગે મારે વાતચીત થઈ ચુકી છે. તેઓ સતત ટેસ્ટ મેચની તૈયારી પર નજર રાખી રહ્યા છે.
ગાંગુલી ડે-નાઈટ ટેસ્ટ મેચના સૌથી મોટા પક્ષકાર રહ્યા છે. તેમણે જ કોલકતામાં બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારતની પ્રથમ ડે-નાઈટ મેચનુ આયોજન કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગાંગુલીએ કહ્યુ હતુ કે પિંક બોલ ટેસ્ટ ક્રિકેટને જીવિત રાખવામાં મદદ કરશે. તેમણ ગુજરાત ક્રિકેટ એસોસીએશનના ભરપૂર વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે જીસીએ આ ટેસ્ટ મેચ માટે ઘણી મદદ કરી રહ્યુ છે.
ભારતે ઓસ્ટ્રેલિયામાં હાસલ કરેલી જીત બદલ પણ ગાંગુલી બહુ ઉત્સાહિત છે. તેમણે કહ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયામાં જે કમાલ થઈ તે બહુ સ્પેશ્યલ હતુ. અને તેના ગલગલીયા હજુ પણ થઈ રહ્યા છે. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે ૧૮ ફેબ્રુઆરીએ આઈપીએલની ૧૪મી એડીશન માટેે ખેલાડીઓનેી હરાજી થવાની છે ત્યારે તેની તૈયારી પણ પૂર્ણ થવા તરફ છે. કોરોના બાદ હવે અમારી નજર આઈપીએલ પર છે અને અમે ઈચ્છીએ છીએ કે દર્શકો મેદાન પર આવે પરંતુ આ અંગેનો નિર્ણય હજુ લેવાયો નથી.