અમદાવાદ તાલુકામાં આયુષ્માન ભારત અને મા યોજનાના કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન
આયોજીત કેમ્પમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૫૬૭ કાર્ડ અને આયુષ્માન ભારત યોજના હેઠળ ૧,૬૧૬ કાર્ડનું વિતરણ કરાયું
અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં આયુષ્માન ભારત પખવાડીયું ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ્માન ભારત પખવાડીયાની ઉજવણી ૧૫મી સ્પટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી કરવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતી ડો.શિલ્પાબેન યાદવે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસે ૧૭મી સપ્ટેમ્બરના રોજ દરેક તાલુકામાં આયુષ્માન ભારત અને મા યોજનાના કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્માન ભારત અને મા યોજનાના કાર્ડ વિતરણના કેમ્પમાં મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૫૬૭ કાર્ડ અને આયુષ્માન ભારત યોજના હેઠળ ૧,૬૧૬ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ્માન ભારત પખવાડીયું ઉજવણી કાર્યક્રમ ખાસ કરીને આયુષ્માન ભારત યોજના વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે યોજવામાં આવી રહ્યો છે.
શ્રીમતી ડો.યાદવે વધુમાં જણાવ્યું કે, આયુષ્માન ભારત અને મા યોજનાના કાર્ડ વિતરણ કેમ્પમાં અમદાવાદ જિલ્લાના બાવળામાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૫૦ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૩૦૦ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
દસ્ક્રોઇમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૧૧ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૩૦૪ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. દેત્રોજમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૧૨ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૨૩૮ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. ધંધુકામાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૧૯૫ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૫૦ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
શ્રીમતી ડો.યાદવે વધુમાં જણાવ્યું કે, આ સિવાય ધોળકામાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૨૪ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૩૦૦ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. ધોલેરામાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૬૦ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૨૦ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
માંડલમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૧૨૫ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૫૨ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. સાણંદમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૫૦ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૩૦૦ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે વિરમગામમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૪૦ કાર્ડ, જ્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ૫૨ જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
શ્રીમતી ડો.યાદવે જણાવ્યું કે, આયુષ્માન ભારત યોજના વિશેની જનજાગૃતિ માટે આયુષ્માન ભારતનો રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે ૧૭મી સપ્ટેમ્બરથી દરેક તાલુકામાં ગામે-ગામ ફરે છે. જ્યારે ૨૩મી સપ્ટેમ્બરના રોજ તમામ તાલુકા કક્ષાએ આયુષ્માન ભારત દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં તાલુકા કક્ષાએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભ લીધેલા લાભાર્થીઓને રૂબરુ મુલાકાત માટે પણ બોલવવામાં આવશે. જ્યારે દરેક તાલુકામાં આયુષ્માન ભારત અંતર્ગત સારી કામગીરી કરેલ તમામ સ્ટાફને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. અહેવાલ- ગોપાલ મહેતા