અમદાવાદ થઈને જનારી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન ઉપર ચાલતી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ લગાવવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 09083/09084 અમદાવાદ – મુઝફ્ફરપુર – અમદાવાદ સ્પેશ્યલમાં 02 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2021 સુધી અને મુઝફ્ફરપુરથી 04 જાન્યુઆરીથી 02 ફેબ્રુઆરી 2021 દરમિયાન એક સ્લીપર કોચ લગાવવામાં આવી રહ્યો છે.
2. ટ્રેન નંબર 09089/09090 અમદાવાદ – ગોરખપુર – અમદાવાદથી 3 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2021 દરમિયાન અને ગોરખપુરથી 5 જાન્યુઆરીથી 02 ફેબ્રુઆરી 2021 દરમિયાન એક ખાસ અમદાવાદ સ્લીપર કોચ ચલાવવામાં આવી રહ્યો છે.
3. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ – પટણા – અમદાવાદ સ્પેશિયલ માં અમદાવાદથી 6 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2021 અને પટનાથી 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2021 દરમિયાન વિશેષ બે વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવી રહ્યા છે.
4. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ- દરભંગા – અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2021 અને દરભંગાથી 11 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2021 દરમિયાન બે સ્લીપર કોચ લગાવવામાં આવી રહ્યા છે.
5. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર – આસનસોલ – ભાવનગર સ્પેશિયલમાં ભાવનગરથી 5 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2021 સુધી અને આસનસોલથી 7 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2021 દરમિયાન એક સ્લીપર કોચ લગાવવામાં આવી રહ્યો છે.
6. ટ્રેન નંબર 02972/02971 ભાવનગર – બાન્દ્રા ટર્મિનસ – ભાવનગરથી ભાવનગરમાં 4 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2021 અને બાંદ્રા ટર્મિનસથી 5 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી 2021 દરમિયાન એક સ્લીપર કોચ લગાવવામાં આવી રહ્યો છે.
7. ટ્રેન નંબર 09263/09264 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનમાં પોરબંદરથી 02 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી 2021 સુધી અને દિલ્હી સરાય રોહિલાથી 4 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2021 સુધી એક સ્લીપર કોચ લગાવવામાં આવી રહ્યો છે.