અમદાવાદ દિલ્હી ક્લોન ટ્રેન 06 અને 09 ડિસેમ્બરે 17:20 વાગ્યે અમદાવાદથી દોડશે
13 ડિસેમ્બરથી આગળની સૂચના સુધી બંધ
અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, 06 અને 09 ડિસેમ્બર 2020 ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 09415, અમદાવાદ – દિલ્હી ક્લોન સ્પેશિયલ તેના નિર્ધારિત સમય 17:40 વાગ્યેના સ્થાને 20 મિનિટ પહેલા 17:20 વાગ્યે દોડશે.
13 મી ડિસેમ્બર 2020 થી ટ્રેન નંબર 09415/09416 અમદાવાદ – દિલ્હી – અમદાવાદ ક્લોન ટ્રેનનું સંચાલન આગળની સૂચના સુધી બંધ કરવામાં આવી રહ્યું છે.
મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને અને તે મુજબ મુસાફરી કરવામાં આવે. આ
માટે, આ ટ્રેનના મુસાફરોને બલ્ક એસએમએસ સુવિધા દ્વારા પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે.