Western Times News

Gujarati News

અમદાવાદ : ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી! પોલીસ કાર્યવાહી કરશે

File

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે એક બાજુ સરકારે ધુળેટીની ઊજવણીઓ અને રંગોત્સવના કાર્યક્રમો કરવાની મનાઈ ફરમાવી છે ત્યારે રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં પોલીસે પણ તેનો અમલ કરાવવા માટે કમર કસી લીધી છે. અમદાવાદ શહેરમાં ધુળેટીની ઊજવણી અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુંછે. આ જાહેનામાં મુજબ જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય ન તો કાદવ કિડ કે રંગ મિશ્રિત રપાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય

પોલીસે ધુળેટીની રજાના દિવસે જાહેર ઉજણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની પ્રદક્ષિણ કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે.આ જાહેરનામું તારીખ ૨૮મીથી અમલમાં આવશે અને તારીખ ૨૯મી માર્ચને રાત્રે ૦૦.૦૦ કલાક સુધી એટલે કે રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી અમરલમાં રહેશે. દરમિયાન હોળી અને ઘુળેટી દરમિયાન શહેરના માર્ગો પર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે. પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.

ઉલ્લેખીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ જણાવ્યું હતું કે જાહેરમાં હોળીની ઉજવણીને આ વર્ષે પરવાનગી આપવામાં નહીં આવે. ધાર્મિક મહત્ત્વ મુજબ હોળીનું દહન કરી શકાશે પરંતુ તેમાં પણ ભીડ એકઠી ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.આ જાહેરનામાં અંતર્ગત જાહેર માર્ગો પર આવતાજતા લોકો પાસેથી હોળીના તહેવાર નિમીતે ગોઠ ઉઘરાવી પણ નહીં શકાય. પોલીસ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ સામે કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરશે. અમદાવાદ શહેરમાં કોવીડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખતા લોકો એકઠા ન થાય તેવા હેતુથી આ જાહેરનામું લાગું કરવામાં આવ્યું છે. જાેકે, આ જાહેરનામાં સાથે સાથે રાત્રિ કર્ફ્‌યૂ પણ અમલમાં હોવાથી હોળી દહનના કાર્યક્રમ પણ રાત્રિના ૯.૦૦ વાગ્યા પહેલાં સમાપ્ત થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.