અમદાવાદ નજીક લોથલમાં હેરિટેજ થીમ પાર્ક, અને મેરીટાઈમ થીમ આધારીત ઈકો રીસોર્ટ માળખા વિકસાવાશે

લોથલમાં NMHCના નિર્માણમાં સહયોગ માટે MoU-ભારતના સમુદ્રી વારસાની છબી વધુ ઉન્નત થશેઃ મંત્રી માંડવિયા
(એજન્સી) અમદાવાદ, કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ સંસ્કૃતિ મંત્રાલયે ગુજરાતમાં લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલનું નિર્માણ કરવા માટે પારસ્પરીક સહયોગના ઉદ્દેશ્યથી સમજુતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રના રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી પહ્લાદસિંહ પટેલ નવીદિલ્હીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે એનએમએચસી દેશમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હશે એક જ જગ્યાએ દેશના મજબુત સમુદ્રી ઈતિહાસ અને સમુદ્રકાંઠાની ધબકતી સંસ્કૃતિ બંન્નેનેે પ્રદશિત કરવાનું સુવિધાજનક બનશે. અને તેનાથી આંતરરાષ્ટ્રીય મંચમાં ભારતના સમુદ્રી વારસાની છબી વધુ ઉન્નત થશે.
જ્યારે પહ્લાદસિંહ પટેલેે જણાવ્યુ હતુ કે આપણે આ યોજનાને એક ગ્યાએ સાથે મુકવાની જરૂર છે. અમદાવાદથી લગભગ ૮૦ કિલોમીટર દૂર લોથલ ખાતે એએસઆઈ સાઈટની નજીકમાં ૪૦૦ એકરના વિસ્તારમાં તેનુ નિર્માણ કરાશે. જેમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય, લાઈટ હાઉસ સંગ્રહાલય, હેરિટેજ થીમ પાર્ક, સંગ્રહાલયની થીમ આધારીત હોટેલો, અને મેરીટાઈમ થીમ આધારીત ઈકો રીસોર્ટ, સહિત વિવિધ માળખાઓને સમાવાશે.