અમદાવાદ: નારોલમાં આવેલા રામદેવપીર મંદિરમાં ચોરી થઇ
અમદાવાદ,અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી રામદેવપીર મંદિરમાં તસ્કર ત્રાટક્યા હતા. ઈશનપુર વટવા માર્ગ પર આવેલી મુખીની વાડી સામે આવેલી શ્રી રામદેવપીર મંદિરમાં મોડી રાતે બે કલાકે ચોર ચોરીને અંજામ આપ્યો હતો.
મંદિરનો લોખંડના દરવાજાનો ગેટના તાળા તોડીને દાનપેટી કોસથી તોડી દાનમાં આવેલી દાનપેટીની તમામ રકમ લઈને તસ્કર રફુચક્કર થઈ ગયા હતા. પાંચ મહિનાની અંદર આજે મંદિરમાં ત્રીજીવાર ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
મંદિરમાં લગાવેલા CCTVમાં ચોરીની સમગ્ર ઘટના સાથે ચોરની ગતિવિધીઓ સ્પષ્ટપણે કેદ થઈ હતી. મંદિરના મહારાજે આ અંગેની જાણ નારોલ પોલીસ સ્ટેશનમાં કરીને ફરિયાદ નોંધાવી હતી.HS3KP