અમદાવાદ: નારોલમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
અમદાવાદ, નારોલમાં ગેસ ડિલિવરી કરતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ છે. કંપનીના ત્રણ કર્મચારી હેરાન કરતા હોવાનો વીડિયોમાં આક્ષેપ કરાયો છે.
વીડિયોમાં જણાવ્યા અનુસાર 42 વર્ષીય મૃતકનુ નામ મકવાણા રેવાભાઈ છનાભાઈ છે. જેઓ નારોલ વિસ્તારના રંગોલીનગરના રહેવાસી હતા. તેઓ વીડિયોમાં રડતા રડતા જણાવે છે કે કંપનીના ત્રણેય કર્મચારી દરરોજ ફોન કરીને ખૂબ જ ટોર્ચર કરતા હતા. વીમા આપતા નથી. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
મૃતકે વીડિયોમાં જણાવ્યુ કે મારી આત્મહત્યા પાછળ કોઈ ફેમિલી મેટર કે પરિવારજનો જવાબદાર નથી આ ત્રણ જ જવાબદાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના હેલ્પર ભાઈઓ એક થાવ તો જ પ્રશ્નોનો ઉકેલ આવશે. વધુમા તેમણે જણાવ્યુ કે મારે ગાડીના 10 હપ્તા બાકી છે, 12,000 ઉપાડ લીધેલો છે. મારો ફંડ 4 વર્ષથી જમા છે. વીડિયોના અંતમાં મૃતક તેમના સંતાનોને મમ્મીનુ ધ્યાન રાખજો હુ જાઉં છુ તેમ કહેતા જણાય છે.