અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલ ટ્રેન ૨જી અને ૯મી માર્ચ ના રોજ રદ્દ રહેશે
અમદાવાદ, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ, નૈની-પ્રયાગરાજ છિવકી વચ્ચે ત્રીજી લાઇનના નિર્માણ માટે નોનઇન્ટરલોકિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ-પટના સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે જેની વિગતો નીચે મુજબ છેઃ-તારીખ ૦૨ અને ૦૯ માર્ચ ૨૦૨૨ની ટ્રેન સંખ્યા ૦૯૪૪૭ અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે અને તારીખ ૦૪ અને ૧૧ માર્ચ ૨૦૨૨ની ટ્રેન નંબર ૦૯૪૪૮ પટના-અમદાવાદ ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે.