અમદાવાદ પૂર્વમાંથી ૩ અલગ ઘટનામાં ૯૧ હજારથી વધુનો દારૂ ઝડપાયો
અમદાવાદ: કોરોનાના કેસમાં વધારો થવાને પગલે અમદાવાદમાં હાલ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ હોવા છતાં ગેરકાયદે દારૃ જપ્ત થવાના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ પૂર્વમાં એક જ દિવસ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં વિદેશી દારૃની ૭૦૦થી વધુ બોટલ ઝડપાઇ છે અને તેનું મૂલ્ય રૃપિયા ૯૧ હજારથી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મેઘાણીનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પરોઢિયે ૩ઃ૧૫ કલાકે એવી બાતમી મળી હતી કે રામેશ્વર ચાર રસ્તાથી કુંભજીની ચાલી હનુમાનનગર તરફ જઇ રહેલી રીક્ષામાં કુલદીપ જાટવ નામનો શખ્સ વિદેશી દારૃનો જથ્થો લઇ જઇ રહ્યો છે.
આ બાતમીના આધારે રામેશ્વર બ્રિજ નીચે આ રીક્ષા આવતા પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રીક્ષાચાલક પૂરઝડપે રીક્ષા ભગાડી હનુમાન નગર પાસે લઇ ગયો હતો અને પોલીસે તેમને પીછો કર્યો હતો. હનુમાનનગરથી અંધારાનો લાભ લઇને કુલદીપ તથા રીક્ષાચાલક બંને રીક્ષા મૂકીને ગલીકૂચીમાં નાસી ગયા હતા.
પોલીસે તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહોતી. પોલીસને આ રીક્ષાની પાછળની સીટમાંથી પૂંઠાના વિવિધ બોક્સમાં રાખવામાં આવેલો દારૃ મળી આવ્યો હતો. જેમા ંએક બોક્સમાંથી મળી આવેલા ૬૦ દારૃની બોટલની કિંમત રૃપિયા ૨૯૪૦૦, ૧૨૦ બોટલની કિંમત રૃપિયા ૫૪ હજાર એમ કુલ ૨૨૮ બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત રૃપિયા ૮૯૪૦૦ હતી. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં વધુ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ છે.
આવી જ એક ઘટના એરપોર્ટ વિસ્તારમાં નોંધાઇ છે. ઈન્દિરા બ્રિજ સર્કલ પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એવી બાતમી મળી કે વાદળી રંગના એક્ટિવામાં વિદેશી દારૃનો જથ્થો હાંસોલ તલાવડી સર્કલ તરફ લઇ જવામાં આવી રહ્યો છે.
આ બાતમી પ્રમાણે ભાટ ગામથી એક્ટિવામાં આવી રહેલા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. મનિષ વાઘેલા નામના આ શખ્સે એક્ટિવાની ડિકીમાં ૭૫૦ મિ.લી.ની એક બોટલ છુપાવી હતી અને તેનું મૂલ્ય રૃપિયા ૬૦૦ હતું. આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આવી જ અન્ય એક ઘટના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં પોલીસે બાતમીને આધારે તપાસ કરતાં ચમનપુરા ચકલાના ગેટ નંબર-૪માં એક્ટિવાની ડિકીમાં છુપેાવેલો દારૃ મળી આવ્યો હતો. જેમાં કરણસિંહ રાજપુત નામના મૂળ રાજસ્થાનના શખ્સે ૭૫૦ મિ.લી.ની ૪ બોટલો છુપાવી હતી અને તેનું મૂલ્ય રૃપિયા ૧૯૬૦ હતું. મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.