Western Times News

Gujarati News

અમદાવાદ પોલીસકર્મી કોરોના પોઝેટીવ આવતા અરવલ્લીમાં ફફડાટ

ખડોદા ગામે પરિવારને મળવા સતત અવર-જવર કરતો હતો

ભિલોડા, કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટ લાઈનમાં કામ કરતા પોલીસતંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે અમદાવાદમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓને કોરોના પોઝેટીવ થવાના આંકડાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે મોડાસા તાલુકાના ખડોદા ગામના અને અમદાવાદ પોલીસતંત્રમાં ફરજ બજાવતો પોલીસકર્મી લોકડાઉનમાં તેના પરિવારને ખડોદા મૂકી પરત અમદાવાદ ફરજ પર જતો રહ્યો હતો.

લોકડાઉનમાં પણ પરિવારજનોને સતત મળવા ખડોદા આવતો હતો સોમવારે ખડોદા પરિવારને મળી પરત અમદાવાદ પહોંચ્યો હતો મંગળવારે પોલીસકર્મીની તબિયત લથડતા અમદાવાદમાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા ભારે હડકંપ મચ્યો હતો અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રએ પોલીસકર્મીના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી હોમકોરન્ટાઈન કરી સર્વેની કામગીરી હાથધરી છે પોલીસકર્મીની બેદરકારીના પગલે ખડોદા ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મોડાસા તાલુકાના ખડોદા ગામનાે એક યુવાન અમદાવાદ પોલીસતંત્રમાં ફરજ બજાવે છે પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયો છે કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કરતા પોલીસકર્મી તેના પરિવારને ખડોદા વતનમાં મૂકી ગયો હતો અને પરિવારજનોને મળવા ખડોદા સતત અવર-જવર કરતો હતો

સોમવારે પોલીસકર્મી  ફરજ પુરી કરી પરત ખડોદા પહોંચ્યો હતો અને મંગળવારે પરત અમદાવાદ ગયા પછી પોલીસકર્મીની તબિયત લથડતા તેને સારવાર લીધી હતી શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા પોલીસકર્મીનો રિપોર્ટ કરાવતા પોલીસકર્મીનો કોરોના પોઝેટીવ આવતા અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રને જાણ થતા તાબડતોડ પોલીસકર્મીના પરિવારજનો અને પોલીસકર્મીના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી સર્વેની કામગીરી હાથધરી હતી.

હાલ તો પોલીસકર્મીના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા લોકોને કોઈ પણ જાતની શારીરિક તકલીફ ન હોવાથી હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા છે  અમદાવાદ કોરોનાના અજગરી ભરડામાં લપેટાયું છે ત્યારે હોટસ્પોટ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીની બેદરકારીના લીધે ખડોદા સહીત આજુબાજુ પંથકના લોકોમાં કોરોના સંક્રમિત થવાનો ભય પેદા થતા ફફડાટ ફેલાયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.